________________
૧૮.
- સુરસુંદરી ચરિત્ર ક્ષણમાં રૂદન કરવા લાગી જાય છે. ક્ષણમાં મૂક થઈ બેસી રહે છે.
એમ આકંદ કરવાથી અતિશય ચિંતાના ભાર વડે ઘેરાઈ ગયું છે હૃદય જેણીનું, એવી તે બાલા દિવસે દિવસે ક્ષીણ થવા લાગી. કમલાવતીને પ્રબોધ.
નિરાનંદ એવી તે બાલાને જાઈ કમલાવતી વિચાર કરવા લાગી.
આ સર્વપરિવાર પણ એણુની આજ્ઞામાં હાજર રહે છે, તેમજ બહુ નેહાલ અને સમાનવાયની આ સર્વ રાજકન્યાઓ નાના પ્રકારની ચેષ્ટાઓ વડે એને હંમેશાં વિનોદ કરાવે છે, છતાં પણ એને આનંદ પડતું નથી અને પ્રતિ દિવસે સુકાતી જાય છે.
એને એવી શી ચિંતા હશે ? કે જેથી આ બાલા દિવસે દિવસે ક્ષીણ થાય છે. જે તે પોતાના માતા પિતાને સંભારતી હોય તો મને કહ્યા વિના કેમ રહે?
તેમજ કામવિકારના સરખા કેઈ તેવા વિકાર પણ એનામાં જણાતા નથી. જે તે એકાંતનું સેવન કરે,
ભિન્ન ભિન્ન ચકોને એકસરખાં ગોઠવી મૂકે;
પ્રિયાના સંગમવાળી વાર્તાઓને શ્રવણ કરવામાં તલ્લીન થાય; તે હું જાણું કે, એવી ચેષ્ટાઓવડે એનામાં