________________
સુરસુંદરી ચરિત્ર
૧૮૩ - હવે રાજાની પાસે જઈને આ સર્વ હકીકત તેમને સંભળાવું.
એમ વિચાર કરી તે બાલાને મધુર વચને વડે શાંત કરીને પિતાને ત્યાં પોતાની સ્ત્રીની પાસે તેને હું મૂકી આવ્યો. અને સર્વ પરિવારને તેણની શરીર સંવાહાદિક સેવામાં જોડીને હું આપની પાસે આવ્યો છું.
એ પ્રમાણે સમતભદ્રનું વચન સાંભળી વિસ્મિત થયેલો રાજા બેલ્ય. | હે સભાજનો ! જુઓ ! સુમતિ નૈમિત્તિકનું વચન ખરેખર સત્ય છે.
હવે મને જલદી પુત્રનું દર્શન થશે. | માટે હે સમંતભદ્ર! તે બાલિકાને જલદી તું અહીં લાવ. જેણુના પ્રભાવ વડે પોતાના પુત્રનું મને દર્શન થશે. હવે તું વિલંબ કરીશ નહીં. સુરસુંદરીનું આગમન
એ પ્રમાણે રાજાની આજ્ઞા થઈ કે તરત જ સમંતભદ્ર પિતાના મકાનમાં ગયો અને તે બાલાને લઈ જલદી પાછો ત્યાં આવી ગયો.
દેવાંગનાના રૂપ અને સૌંદર્યને તિરસ્કાર કરતી એવી તે બાલાના શરીરનું લાવણ્ય જોઈ રાજાએ વિચાર કર્યો,