________________
૧૮૨
સુરસુંદરી ચરિત્ર
મને તું પિતા સમાન સમજી લે.
તું કેણું છે? અહીંયાં તું ક્યાંથી પડી છે?નિર્ભય થઈ તું મને સર્વ હકીક્ત નિવેદન કર.
વળી હે સુતનુ ! તું સ્વર્ગલોકમાંથી પડી? અથવા શાપથી હણાયેલી તું દેવાંગના છે?
અથવા વિદ્યાથી ભ્રષ્ટ થયેલી કે વિદ્યાધરની. પુત્રી છે?
અથવા તારા રૂપના અવેલેકન વડે અપહરણ કરવાની બુદ્ધિવાળા કેઈપણ આકાશમાં ગમન કરતા વિદ્યાધરના હાથમાંથી તું પડી ગઈ છે?
હે સુતનુ! સત્ય હકીકત તું મારી આગળ પ્રગટ કર;
હે ભદ્ર! આ ઉદ્યાનમાં તું નિરાધાર નભસ્તલમાંથી શા માટે પડી?
એ પ્રમાણે મેં તેને બહુ આગ્રહ કરી પૂછયું, ત્યારે તેણે મને કંઈપણ ઉત્તર આપ્યા સિવાય બહુ શોકને સૂચવનાર એવા અસુજલને મૂકવાને પ્રારંભ કર્યો.
ત્યાર પછી તેવા પ્રકારની તેની સિથિત જોઈ મેં વિચાર કર્યો. - પ્રથમ જે સુમતિ નૈમિત્તિકે કહ્યું હતું, તે પ્રમાણે આ થયેલું છે.
જેમ કે કુસુમાકર ઉદ્યાનમાં આકાશમાંથી જ્યારે કન્યા પડશે, ત્યારે એકદમ પુત્રની સાથે તારે સમાગમ થશે. માટે અહીં આ બીચારીને પુછવાનું કંઈ કારણ નથી.