________________
૧૮૦
સુરસુંદરી ચરિત્ર
સમય મારા વૃથા ગયા; કારણ કે; તે નૈમિત્તિકે કહેલું કઈં પણ આજ સુધી મારા જાવામાં આવ્યુ નહી.
પરંતુ આજે રાત્રીના છેવટના ભાગમાં ઉદ્યાનની અંદર હુ' તપાસ કરવા નીકળ્યા હતા; આકાશ તરફ દૃષ્ટિ કરી હું ઉદ્યાનના મધ્ય ભાગમાં પુષ્પાથી સુગંધવાળા વૃક્ષાના સમૂહને ચારે તરફ જોતા હતા;
તેવામાં ત્યાં એક દિશા તરફ બહુ વેલીઓથી છવાઇ ગયેલા વૃક્ષેાની ઝાડીમાં એક માટા ધમાકાના શબ્દ મારા સાંભળવામાં આવ્યેા.
જેના ત્રાસથી હંસના ટોળાં આકુલ વ્યાકુલ થઈ ગયાં.
પેાત પેાતાના માળામાં બેસી રહેલાં પક્ષીઓ ચાતરક્ ઉડવા લાગ્યાં.
નજીકમાં રહેલા પ્રાણીઓના કાન પણું બહેરાશ મારવા લાગ્યા,
એવા તે આશ્ચર્યકારક શબ્દોને સાંભળી મારાં નેત્ર વિસ્મય વડે ખુલ્લાં થઇ ગયાં, બાદ તે તરફ દૃષ્ટિ કરી હું વિચાર કરવા લાગ્યા.
અરે! આ શું થયુ? વળી આ વનનનકુજમાં આવા પ્રચંડ શબ્દ શાથી થયા હશે ?
એમ વિચાર કરી હું તે તરફ ચાલ્યા.