________________
સુરસુંદરી ચરિત્ર
૧૭૯ નર અને નારીઓના સમુદાય આનંદપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા.
કમલાવતી અને અમરકેતુરાજા બંને જણ દિનાદિક યાચકને દાન આપવા લાગ્યાં.
દરેક ઠેકાણે માંગલિક ઉપચારો કરવામાં આવ્યા. નાગરિકજનેનાં હૃદય આનંદથી ઉભરાઈ જવા લાગ્યાં.
એમ અનેક પ્રકારના વૈભવને વિસ્તારતે શ્રી અમરકેતુ રાજા સમર્થ એવા સુભટોની સવારી સહિત પોતાના રાજમંદિરમાં ગયો.
બાદ કમલાવતી રાણીની સાથે નિવાસ કરતાં તે અમરકેતુ રાજાનાં સેંકડે હજાર વર્ષ સુખ સમાધિમાં વ્યતીત થયાં. સમંતભદ્ર
ત્યારપછી એક દિવસે અમરકેતુરાજા સભામાં બેઠે હતો. તે સમયે દ્વારપાલની પ્રેરણાથી પિતાના ઉદ્યાનમાં નિયુક્ત કરેલો સમતભદ્ર નામે એક સેવક ત્યાં આવ્યા અને તે રાજાના ચરણકમલમાં પ્રણામ કરી મસ્તકે હાથ જડી આનંદ પૂર્વક બેલે.
હે સ્વામિન્! સુમતિ નૈમિત્તિકનું વચન સાંભળી આપે મને સુકુમાકર ઉદ્યાનના રક્ષણ માટે પ્રથમ મૂક્યો હતું. તેને ત્રણે કાલમાં હંમેશાં તપાસ કરતાં આટલે