________________
સુરસુંદરી ચરિત્ર
૧૭૩ જે અતિનિષ્ફર એવાં વચને વડે એને તિરસ્કાર કરું, તે હાલ જ એ નિર્મર્યાદ અકૃત્ય કર્યા વિના જ પશે નહીં. માટે હાલમાં મૌનપણાને આશ્રય લેવો ઉચિત છે. પશ્ચાત્ સમય જોઈને તે પાપીની પાસમાંથી હું નાસી જઈશ, એમ વિચાર કરી હું મનમુખે નીચું જોઈ ત્યાં બેસી રહી. કહ્યું છે,
જે પ્રાણુઓ બેલવામાં વાચાલ હોય છે, તેઓ બહુ દુઃખી થાય છે. જુઓ ! પોપટ અને મેનાં પાંજરા રૂપ બંધનમાં પડીને પોતાનું વિહગ (આકાશચારી) પણું પણ ભૂલી ગયાં છે. અર્થાત્ હંમેશાં બંધનમાં જ રહે છે.
તેમજ બગલાઓ તેવા દુઃખને આધીન થતા નથી. તેનું કારણ માત્ર મૌન ગુણ છે, માટે મૌન રહેવાથી દરેક અર્થની સિદ્ધિ થાય છે.
એમ જાણું મેં કઈ પ્રકારે તેને ઉત્તર આપે નહીં એટલે તે પણ મારી પાસેથી ઉઠીને ચાલ્યા ગયે કમલાવતીનું નિગમન
તેટલામાં સૂર્ય પણ અસ્તાચલ ઉપર ચાલ્યો ગયો. રાત્રીને પ્રભાવ ખીલવા લાગ્યો. દિવસના શ્રમને લીધે સૈનિકે પણ નિદ્રાવશ થઈ ગયા.
બાદ હું એકલી જાગતી હતી અને જ્યારે સર્વ લોકો શાંત થઈ ગયા, ત્યારે મારા તે સર્વ અલંકાર લઈ હું ત્યાંથી આજુબાજુએ તપાસ કરતી નીકળી.