________________
- ૧૭૪
સુરસુંદરી ચરિત્ર મારું શરીર ભયને લીધે બહુ કંપતુ હતું છતાં પણ ગુપ્ત ગતિ વડે પ્રાતરિક લોકોને છેતરીને કેઈ ન જાણે તેવી રીતે રીન્યની હદ બહાર હું ચાલી ગઈ.
ત્યાર બાદ એક દિશાને ઉદ્દેશી ગાઢ વૃક્ષોથી વ્યાપ્ત એવા ભયંકર વનની અંદર હું ગમન કરવા લાગી,
અનેક પ્રકારના વ્યાધ્રાદિક દુષ્ટ પ્રાણીઓના ભયંકર શબ્દો મને ત્રાસ આપવા લાગ્યા.
તેમજ પવનથી કંપતાં એવાં વૃક્ષનાં પાંદડાંઓના સણસણાટ અવાજ, સિંહના દીર્ઘ અને ગંભીર ઇવનિ સમાન ચારે તરફ સંભળાવા લાગ્યા, જેથી મારું શરીર બહુ ધ્રુજવા લાગ્યું. - ગાઢ અંધકારથી વ્યાપ્ત એવી તે રાત્રિને વિશે બહુ માટી અને પુષ્કળ એવાં ઘાસ વડે છવાઈ ગયેલી અને અતિવિષમ એવી જમીન ઉપર બહુ વેગથી હું ગમન કરતી હતી.
તેવામાં હે પ્રિયતમ! બહુ પાપી જી ઘર નરકમાં જેમ પડે છે, તેમ હું અજાણતાં આ કૂવામાં એકદમ પડી ગઈ ગંભીર જલની અંદર હું ડૂબી ગઈ, છતાં પણ દૈવાગે હું મરી ગઈ નહીં, અને તે કૂવાની અંદર જલ ઉપર હું તરતી હતી, તેવામાં તે કૂવાના તટને એક ભાગ મારા હાથમાં આવી ગયું, એટલે તેની એક બખોલમાં હું લપાઈ ગઈ.
હે નાથ ! મારા ઉપર આવું મરણ સમાન દુઃખ