________________
૧૭૫
સુરસુંદરી ચરિત્ર આવ્યું છતાં પણ મારા શીલવતનું રક્ષણ થયું, તેથી બહુ સંતુષ્ટ થઈ અને સુરથના ભયમાંથી મુક્ત પણ થઈ. જેથી મારા આત્માને હું કૃતાર્થ માની ત્યાં એક દિવસ મેં નિર્ગમન કર્યો. બાદ સુધા મને બહુ પીડાવા લાગી, પરંતુ એવા અંધકૂવામાં કેઈની પણ સહાય મને કયાંથી આવી મળે? ઉપરા ઉપરી ઉપવાસે થવા લાગ્યા.
હે સ્વામિન્ ! મારું હૈયે ક્યાં સુધી પહોંચી શકે? એમ કરતાં એ કૂવાની અંદર મને ચાર દિવસ થયા.
ત્યાર પછી મેં જીવિતની આશા છેડી દીધી. શરણહીન એવી હું એકલી ત્યાં સુર્યા કરતી હતી.
તેટલામાં વળી આજે કોલાહલ કરતા સેનિકોને અવાજ મારા સાંભળવામાં આવ્યું, તે ઉપરથી મને શંકા થઈ કે, દુષ્ટ એવા તે સુરથનું આ સૈન્ય હશે અને તે મારી ધિ માટે અહીં આવ્યો હશે ? એમ હું વિચાર કરવા લાગી. - બાદ હે પ્રિયતમ! એક તરફ મારી પીડાને તે પાર નહેાતે, તેમાં પણ તે દુષ્ટનું આગમન હું જાણી બહુ જ વ્યાકુલ થઈ ગઈ.
ત્યારબાદ કૂવાની અંદર ઉતરેલે આપને પુરુષ મારા જેવામાં આવ્યો. તેને જોઈ હું અત્યંત ભયભીત થઈ ગઈ, તે પુરૂષે મને બહુ વાર પૂછયું. છતાં મેં તેને કંઈ પણ ઉત્તર આપ્યો નહીં. તે ફરીથી પણ તેને તેજ પુરૂષ કૂવામાં ઉતરીને મારી પાસે આવ્યો.