________________
૧૭૨
સુરસુંદરી ચરિત્ર તે વખત હું એકલી એકાંતમાં બેઠેલી હતી. અવિવેકને બહુમાન આપતે તે પાપી બેલ્યો.
હે સુંદરી ! કામની પીડાથી હું બહુ દુઃખમાં આવી પડયો છું.
કામદેવના બાણેથી જીર્ણ થયેલું મારું શરીર હવે બહુ પીડાય છે. | માટે હે સુંદરી ! હવે હું તારે શરણે આવ્યો છું, માટે પોતાના અંગના સંગમ વડે આજે મારા જીવિતને તું સફલ કર.
હે સુતનુ! આ મારા પ્રાણ તારે આધીન છે. આ સર્વ રાજ્યાદિકની પણ તું સ્વામિની છે.
હે સુભગે ! હું તારો કિંકર છું, તેમજ આ સર્વ પરિજન પણ તારી આજ્ઞામાં હાજર છે.
વળી હે ચંદ્રમુખી ! હવે બહુ કહેવાથી શું ? ગાઢ અનુરાગી એવા આ કિકરની તું ઈચ્છા પૂર્ણ કર.
એ પ્રમાણે સુરથનું વચન સાંભળી અકસ્માત્ વજથી હણાયેલીની માફક હું બહુ શોકાતુર થઈ ગઈ. * બાદ હે પ્રિયતમ! મારી ચિંતાને તે પાર જ રહ્યો
નહીં.
હા! આ પાપિષ્ટ હવે બલાત્કારે પણ મારું શીલ ખંડન કર્યા સિવાય રહેશે નહીં. કારણ કે અહીં મારૂં કઈ પણ શરણું નથી. માટે હવે હું શું કરું?