________________
સુરસુંદરી ચરિત્ર,
૧૭૫ એક વણિક સાથે લુંટ હતું. તે વખતે આ સર્વ માલ અમને મળ્યો હતો. આ અલંકાર તારે લાયક છે.
એમ તેની હકીકત સાંભળી મેં કહ્યું.
આ સર્વ અલંકાર મારા જ છે. પ્રથમ મેં શ્રીદત્ત વણિફને મૂકવા સારૂ આપ્યા હતા. તે સાંભળી હસતે મુખે આનંદપૂર્વક તે બાલ્યો.
જો એમ હોય તે બહુ સારૂ.
હે સુંદરી! આ અલંકારને ધારણ કરી તું સુખેથી આનંદ કર, કારણ કે, આ આભરણેને લાયક તું જ છે. એમાં અન્ય સ્ત્રીની ચેગ્યતા નથી. બાદ મેં તેને દુષ્ટભાવ જાણ્યા સિવાય તે અલંકા લઈ લીધા.
ત્યાર પછી હમેશાં તે દુષ્ટ દુરાચારની ઈચ્છા વડે મારી પાસે આવવા લાગ્યો. તેમજ બહુ હાવભાવ મને તે દેખાડવા લાગ્યો. મારી સેવા પણ તે સારી રીતે કરવા લાગ્યા. સુરથને દુરાચાર
ત્યાર બાદ કામાંધ બની તે સુરથ પ્રયાણ કરવાની તે વાત જ ભૂલી ગયા અને એકાંતમાં મારી પાસે આવી ઉપહાસની વિવિધ પ્રકારની વાત કરવા લાગ્યા.
હે પ્રિયતમ! કામના આવેશથી વિમૂઢ બનેલો તે દુષ્ટપાપી કુલમર્યાદાને ત્યાગ કરી નિર્લજ થઈ અન્યદા મારી પાસે આવ્યો.