________________
સુરસુંદરી ચરિત્ર
૧૬૯
w
નથી. વળી તેવા પ્રકારને કેઈ સારો સાથે પણ અહીં આવતું નથી. તેથી સૂકોમલ અંગવાળી આ ૫ભાર્યા અહી વનવાસમાં બહુ કષ્ટથી પણ રહેલી છે. માટે જે તું એને પિતાના સ્થાનમાં પહોંચાડે તે બહુ સારૂ એ પ્રમાણે કુલપતિનું વચન સાંભળી સુરથકુમાર બેલ્ય.
હે ભગવન! આપના કહ્યા પ્રમાણે હું કરીશ . " હું પોતે જઈને અમરકેતુ રાજાને આ રાણ સેંપી દઈશ. એમાં કઈ પણ પ્રકારે આપને સંશય રાખવો નહીં.
ત્યારબાદ કુલપતિએ મને કહ્યું;
હે વત્સ! સુરથ કુમારનું કહેવું તારા સાંભળવામાં આવ્યું ને? ઠીક છે. આ સંગાથ સારો છે, માટે એની સાથે તું જ. બીજે સાથે મળ દુર્લભ છે.
પછી મેં પણ વિચાર કર્યો;
શું એની સાથે મારે જવું યેગ્ય ગણાય ખરું? અથવા કુલપતિ અહીં આ બાબતમાં ઉચિત અથવા અનુચિત છે તે સર્વ જાણે છે.
એમ વિચારી મેં કહ્યું કે, હે ભગવન! આપની આજ્ઞામાં હું તૈયાર છું. કુલપતિ બેલ્યા. હે પુત્ર! જે એમ હોય તે તું તૈયાર થા.
એ પ્રમાણે તેમના કહેવાથી હે નરેદ્ર! તેમનું વચન માન્ય કરી હું સુરથકુમારની સાથે ત્યાંથી નીકળી.