________________
સુરસુંદરી ચરિત્ર
૧૬૭ હું પણ તેના ભયથી મારી માતાને સાથે લઈ ચંપાનગરીમાં મારી માતાના પિતાશ્રી કૌત્તિધર્મરાજાની પાસે ગયો. તેમણે પણ મને પિતાના દેશના છેવટના ભાગમાં રહેલાં એક હજાર ગામ આપ્યાં,
હે ભગવન્! ત્યાં હું મારી માતા સહિત રહેતો હતો.
કેઈ એક દિવસે આ અટવીમાં વણિક લોકેને માટે સાર્થ જતો હતે. તે સાથે બહુ વિભવવાળે હતે. તે મારા પુરૂષના જોવામાં આવ્યો.
તેઓએ સાર્થવાહનું સર્વ દ્રવ્ય લુંટી લીધું, જેથી અમારી પાસે પુષ્કળ ધન થઈ ગયું. તેમજ બહુ ઉત્તમ જાતિના નાના પ્રકારના કેટલાક ઘેડાએ તેઓ પાસેથી અમને મળી આવ્યા.
તેઓને ચલાવવા માટે આજે હું સવારમાં ગામની બહાર નીકળ્યો હતો. અનુક્રમે તે ઘડાઓને હું ચલાવતો હતો, તેટલામાં આ એક વિપરીત શિક્ષણવાળા અશ્વને વારો આવ્યો, તેની ઉપર ચઢી હું ચલાવવા લાગે, કે તરત જ તેણે મારો અ૫હાર કર્યો.
હે ભગવન! તેને સ્થિર કરવા માટે મેં ઘણે પ્રયાસ કર્યો, પરંતુ જેમ જેમ તેની લગામ ખેંચવામાં આવતી, તેમ તેમ તે વિપરીત શિક્ષણને લીધે બહુ વેગથી દોડતું હતું અને હાલમાં એ અશ્વ મને આપના આ પવિત્ર આશ્રમમાં લાવ્યા.