________________
સુરસુંદરી ચરિત્ર હે ભગવન્! મારૂં વૃત્તાત હું કહું છું, તે આપ સાંભળે.
સિદ્ધાથપુરમાં બહુ પ્રસિદ્ધ સુગ્રીવરાજ રાજ્ય કરૌં હતું, તેની કનકવીરાણી છે. તેમને હું સુરથ | મે પુત્ર છું. મારાં માતપિતાને હું અત્યંત પ્રિય હોવાથી પિતાના મોટા પુત્ર સુપ્રતિષ્ઠનું અપમાન કરી મને બાલ્ય અવસ્થામાં જ યુવરાજપદવી મારા પિતાએ આપી.
બાદ કેટલાક સમય વ્યતીત થતાં મારા પિતાને ક્ષયને વ્યાધિ એકદમ લાગુ પડશે. જેથી તેમને દેહાંત થઈ ગયો.
પછી મંત્રી વગે મારા પિતાના સ્થાનમાં મને નિયુક્ત કર્યો. હું પણ નીતિપૂર્વક પ્રજાપાલનમાં દિવસે વ્યતીત કરવા લાગ્યા. સુપ્રતિષ્ઠને વિજય.
મારો ઓરમાન મોટોભાઈ સુપ્રતિષ્ઠ કઈક વિદ્યાધરના સમાગમમાં આવી ગયા. ત્યાર પછી તેણે તેની બહુ સેવા કરી, જેથી તે વિદ્યાધર તેની ઉપર બહુ પ્રસન્ન થયા.
પછી તેણે નાગામિની વિગેરે કેટલીક પિતાની વિદ્યાએ સુપ્રતિષ્ઠને આપી. બાદ સિદ્ધ થયેલી વિદ્યાએના પ્રભાવ વડે સુપ્રતિષ્ઠ મારી સાથે યુદ્ધ કરીને પિતાનું રાજ્ય પિતાને સ્વાધીન કર્યું.