________________
૧૬૪
સુરસુંદરીચરિત્ર એ પ્રમાણે કુલપતિ મને ઉપદેશ આપતા હતા, તે સમયે તાપસીએ મારી પાસે આવી મને કાનમાં કહ્યું,
આ ભગવાન કુલપતિ બહુ જ્ઞાની છે, માટે તારે જે કંઈ પૂછવાનું હોય તે તું તેમને પૂછી લે. અ૫હાર પ્રશ્ન
તપસ્વીનીના કહેવાથી મેં વિનયપૂર્વક પૂછ્યું.
હે મહાશય! મારા પુત્રને કેણ હરી ગયો હશે? તેમજ તે જીવતું હશે કે મરી ગયો હશે? અને જો જીવતે હોય તે હું તેને કયારે જોઈશ? અથવા મને તે નહીં મળી શકે?
એ પ્રમાણે કમલાવતીના પ્રશ્ન સાંભળી કુલપતિ સમ્યફ પ્રકારે વિચાર કરી બોલ્યા.
હે વત્સ! પૂર્વ ભવના વૈરને લીધે બહુ કોપાયમાન થયેલો એક દેવ તારા ખેાળામાં રહેલા તારા પુત્રને ખાસ મારવા માટે લઈ ગયે.
બાદ તેણે વિચાર કર્યો
શુન્ય પ્રદેશમાં એને મૂકી દે ઠીક છે, ત્યાં તે સુધાતુર થઈને મરી જશે, એમ જાણી તે દુષ્ટ વૈતાઢયગિરિના વિષમ નિકુંજમાં એક મોટી શિલા ઉપર તેને મૂકી દીધે. તેવામાં દૈવગે ફરતે ફરતે એક વિદ્યાધર પિતાની સ્ત્રી સહિત ત્યાં કયાંયથી પણ આવી ચડે.
તેની દષ્ટિ તે બાળક તરફ પડી કે તરત જ આ . કેઈને પુત્ર છે, એમ જાણે તેણે તેને લઈ લીધે અને