________________
૧ર
-
-
સુરસુંદરી ચરિત્ર તું આવી પડી છે. માટે અન્ય ભવમાં ઉપાર્જન કરેલા દુખની પ્રાપ્તિ થવાથી શેક કરવો શા કામને?
અથવા શરીરને દુઃખદાયક એવા આ વિલાપ કરવાથી શું વળે? હે સુતનુ! હવે તારે શોકાતુર થવાની કંઈ જરૂર નથી.
અહીંથી આપણે આશ્રમ બહુ નજીકમાં છે અને વૃક્ષાદિકની છાયાને લીધે તે બહુ રમણીય છે. - ત્યાં તું ચાલ, તારે રહેવા માટે તે સ્થાન બહુ લાયક છે.
વળી અહી બહુ ઠંડે પવન વાય છે.
વળી તારે હાલમાં પ્રસવ થયેલ છે તેમજ તારું શરીર પણ અતિશય સુકેલ છે. | માટે અહીં રહેવાથી તેને કંઈ પણ ઈજા થાય તે ઠીક નહીં.
એમ કહી તે તાપસી મને સુંદર એવા પિતાના આશ્રમમાં લઈ ગઈ. પછી પરોપકારમાં રસિક એવી તે તાપસીએ સારી રીતે મારી બરદાસ કરી. કુલપતિને ઉપદેશ..
અનુક્રમે તાપસીએ કરેલા ઉપચારોથી દિવસે દિવસે મારું શરીર કંઈક સુધરવા લાગ્યું.
પછી એક દિવસે તે તાપસી મને કુલપતિ–આAમના અધિપતિની પાસે લઈ ગઈ.
પ્રણામ કરી યોગ્ય સ્થાને હું બેસી ગઈ. બાદ