________________
સુરસુંદરી ચરિત્ર
એ પ્રમાણે તે સુરથ પાતાનું વૃત્તાંત કુલપતિની આગળ કહેતા હતા, તેટલામાં તેના અનુમાગે લાગેલું તેનુ સૈન્ય પણ ત્યાં આવી પહોંચ્યું.
૧૬૮
સુરથનુ સ્વદેશ પ્રયાણ
કેટલેાક સમય ત્યાં રહીને પછી સુરથે કુલપતિની આજ્ઞા માગી,
હે ભગવન્! હવે હું મારા સ્થાનમાં જાઉ છું; હાલમાં મારે લાયક જે કઇ કામ હોય તે આપ ફરમાવે.
કુલપતિ માલ્યા, હું નૃપકુમાર ! ગુરૂજનની પૂજા વિગેરે ધમ કાય માં યથાશક્તિ તારે પ્રવૃત્તિ કરવી તેમજ શરણાગત લેાકેા ઉપર દયા રાખવી.
વળી હું ભદ્ર ! વિશેષમાં તારે એટલું કાય કરવાનું છે.
અમરકેતુરાજાની કમલાવતી નામે આ સ્ત્રી છે, તે હાથી વડે અપહરણ કરાયેલી હાલમાં અહી આવીને રહેલી છે.
હવે તે હસ્તિનાપુર અહીથી બહુ દૂર છે. તેમજ તેના માગ પણ હિસ્ર એવા અનેક પ્રાણીઓથી બહુ વિકટ છે, તેથી આ ભય'કર અટવીમાં પ્રયાણ કરવું ઘણું કઠિન છે.
ખેડેલી જમીનમાં તાપસ કુમારે ને ચાલવાની શાસ્ત્રમાં મનાઈ કરેલી છે, માટે આ કૅમલાવતીને પોતાના નગરમાં પહોંચાડવાનું કામ અમારાથી બની શકે તેમ