________________
૧૬૦
સુરસુંદરી ચરિત્ર
નીચે પડી ગયા હતા, તે દ્વિવ્યમણિ પણ મારા માઁભાગ્યને લીધે અકૃતાર્થ થયા.
હા પુત્ર ! તારા ક'માં પ્રભાવિક મણિ બાંધેલા હતા છતાં પણ મારા ખેાળામાંથી તને નિર્દય એવા કાઈ પિશાચ અર્દશ્યરૂપે લઇ ગયેા.
એમ હું દીનસુખી થઈને બહુ વિલાપ કરતી હતી; તેટલામાં મારા દુઃખથી દુઃખી થયેલી હાયને શું ? એવી રાત્રી પણ અકસ્માત્ ક્ષીણ થઇ ગઈ.
અતિ કરૂણ સ્વરે રૂદન કરતી મને જોઇને શાકાતુર છે મુખ જેનુ', એવી આકાશલક્ષ્મી ખરી પડતા તારાએરૂપી આંસુએ વડે જાણે રૂદન કરતી હોય ને શુ*? તેમ
દેખાવા લાગી.
એટલામાં નિવૃત્ત કર્યાં છે ગાઢ અ`ધકાર જેણે, એવા સૂર્ય પણ પુત્રના અપહરણ કરનારને જોવા માટે ઉડ્ડયાચલના શિખર ઉપર આરૂઢ થયો.
તાપસૌનુ· આગમન
અનુક્રમે ચાર ઘડી દિવસ ચઢયો એટલે બહુ દુઃખથી પીડાયેલી હું તે અટવીમાં અતિ કરૂણ શબ્દો વડે રૂદન કરતી આડીઅવળી પરિભ્રમણ કરતી હતી, તેટલામાં ત્યાં એક તાપસી આવી.
જેણીના હાથમાં સુંદર કમંડલું શૈાભતુ હતું, શરીરે સુકેામલ વલ્કલ વસ્ત્રો પહેરેલાં હતાં, અવસ્થા પશુ વૃદ્ધ હતી,