________________
-
-
--
સુરસુંદરી ચરિત્ર
૧૬૧ તેમજ આકૃતિ બહુ સુંદર અને જેના હૃદયની વિશુદ્ધતા બહુ આનંદ આપતી હતી, એવી તે દયાલુ વૃદ્ધા નિર્જન અરણ્યમાં નાના પ્રકારના વિલાપ વડે રુદન કરતી મને જોઈ પિતાના હૃદયમાં શેક કરવા લાગી અને તરત જ તે મારી પાસે આવી.
મધુર વચન વડે તેણુએ મને પૂછયું,
હે સુતનુ! તું શા માટે રૂદન કરે છે? અને આ ભયંકર જંગલમાં તું એકલી અહીં કયાંથી આવી છે?
એમ તેણીના મધુર વચન સાંભળી મેં તેને પ્રણામ કર્યા. મારા નેત્રોમાંથી અશ્રુધારાઓ ચાલી જતી હતી છતાં મેં ગદગદ કંઠે અપહરણદિક સર્વ વાત તેની આગળ નિવેદન કરી.
તે સાંભળી તપસ્વીની બેલી.
હે સુતનુ ! આવા દારૂણ દુઃખને તું લાયક નથી, પરંતુ પોતાના કર્મથી બંધાયેલા આ જીવલોકમાં શું કહેવું?
હે સુંદરી ! પોતાના કર્મને વશ થયેલા અને આ સંસારસાગરમાં પરિભ્રમણ કરતા એવા પ્રાણીઓને આવા પ્રકારનાં અનેક દુખે આવી પડે છે, એમાં કંઈ પણ આશ્ચર્ય નથી.
વળી હે સુભગે! પૂર્વ ભવમાં જે કંઈ તે અશુભ કર્મ કર્યું હશે, તેના પરિણામથી આ દારૂણ દુઃખમાં
ભાગ-૨/૧૧