________________
૧૫૪
સુરસુંદરી ચરિત્ર ઔષધિ (ગુરુવાર ચિત્રા અને રોહિણનક્ષત્ર)થી સુશોભિત,
શાખા વિનાના સ્પષ્ટ દેખાતા મંદાર વૃક્ષ (વિશાખા નક્ષત્ર અને પ્રકટ એવા શનિ અને મંગલ) જેમાં દીપી રહ્યા છે.
તેમજ અનેક ઋષભ-રીછ પશુઓ (નક્ષત્ર)થી વ્યાપ્ત એવી તે અટવી આકાશલક્ષમીની જેમ શોભતી હતી.
તેવી ભયંકર અટવીને જેમાં પાણી માટે હું ચારે તરફ તપાસ કરવા લાગી. તૃષાને લીધે મારો કંઠ પણ બેસી ગયો હતે; જેથી મારી વાણી પણ બંધ પડી ગઈ
ગઈ.
તેવામાં ફરતી ફરતી હું એક દિશા તરફ ચાલી, એટલામાં જળથી ભરેલું એક સરોવર મારી નજરે પડયું.
પછી તે તરફ ઝડપથી હું ચાલવા લાગી. મારાં ને તે ભયથી બહુ ચંચલ બની ગયાં હતાં. મહામુસીબતે હું સરોવરના કીનારા ભેગી થઈ.
પછી ધીમે ધીમે તે સરોવરની અંદર ઉતરીને મેં જલપાન કર્યું.
બાદ ત્યાંથી નીકળીને વિશ્રાંતિ માટે એક તરુવરની નીચે હું બેઠી.
એટલામાં સૂર્ય અસ્તાચલના શિખર ઉપર ચાલ્યા ગયે.
રાત્રીને પ્રાદુર્ભાવ દેખાવા લાગ્યો. શિયાળીયાના ફેકારે સંભળાવા લાગ્યા.