________________
~
~
~
~
~
સુરસુંદરી ચરિત્ર
૧૫૫ તે નિજને એવા જંગલની અંદર જેમ જેમ પશુઓના ભયંકર ગરવ થવા લાગ્યા, તેમ તેમ મારું હૃદય ભયને લીધે બહુ કંપવા લાગ્યું. પુત્રજન્મ
અનુક્રમે અર્ધરાત્રીને સમય થયો. મારા ઉદરમાં દુસહ પીડા થવા લાગી.
જેથી મંદમંદ શબ્દ કરતી હું ભૂમિ ઉપર ઉઠવા લાગી.
પ્રસવની તૈયારીને લીધે બેચેનમાં હું પીડાવા લાગી. અને બહુ વ્યાકુલ થઈ આમતેમ આળેટતી હતી,
તેટલામાં હે નરનાથ! અત્યંત વેદનાથી પીડાતી એવી મેં પિતે જ તે અરણ્યની અંદર મૃગલીની માફક બહુ દુઃખ વડે પુત્રને જન્મ આપ્યો.
જ્યારે મારી મૂર્છાને વિરામ થયે ત્યારે હું બેઠી. થઈ અને મેં જોયું તે પૃથ્વી ઉપર તે બાલક આળોટતે હતે.
પછી તે બાળકને બહુ સ્નેહ વડે મેં મારા મેળામાં લીધે.
ત્યારબાદ નજીકમાં રહેલા સરોવરમાં જઈ તે. બાળકને નવરાવીને મારા પિતાના વસ્ત્ર વડે તેનું શરીર શુદ્ધ કરીને હું વૃક્ષ અને લતાઓની ઝાડીમાં જઈને એકાંતમાં બેસી ગઈ.