________________
સુરસુ દરી ચરિત્ર
એમ જાણી મે' ચાલવાની તૈયારી કરી, પરંતુ કર્ય રસ્તે જવુ તેની ખીલકુલ મને સમજણ પડી નહી,
૧૫૨
હું કયાંથી આવી અને તે સાથે કઈ દિશામાં હશે? એનું પણ ખીલકુલ મને ભાન રહ્યું નહી. મારૂં શરીર તા ભયથી બહુજ કંપતુ હતું છતાં પણ હું એક દિશા ગ્રહણ કરીને દિગ્ગુઢ થઈ.
વૃક્ષા વડે અતિગહન એવા વનના મધ્ય ભાગમાં ચાલવા લાગી.
વળી દૂર જઈ ને હું પાછી વળી અને પશ્ચાત્ મુખે હું ચાલવા લાગી.
તેમજ ભય કર વનમાં શ્રીદત્તના પરિવારની શેાધખાળમાં હું આમતેમ ભટકવા લાગી.
ત્યારપછી ભયને લીધે ચંચલ છે નેત્રા જેનાં, તેમજ તે નિર્જન વનમાં ચારે તરફ પરિભ્રમણ કરતી, ઉન્માર્ગે ચાલવાથી ભાગેલા કાંટાઓ વડે વ્યાપ્ત છે ચરણ જેના, માના શ્રમથી બહુ થાકી ગયેલી,
ડગલે ડગલે અત્યંત અશક્તિને લીધે રુદન કરતી, એવી હું બહુ વ્યાકુલ થઈ ગઈ.
ચારે તરફ વસતિની તપાસ હું કરતી હતી, પરંતુ કોઈ પણ ઠેકાણે પક્ષી સરખુ' પણ મને જોવા મળ્યુ નહી.
બાદ એક 'ચા ટેકરા આવ્યા. તેની ઉપર ચઢી મે' જોયુ, તા કાઇ પણ દિશામાં વસતિ દેખાઈ નહી.