________________
૧૪૮
સુરસુંદરી ચરિત્ર
લેખ પ્રમાણે પિતાનું નસીબ ફલે છે, પણ સંતુષ્ટ થયેલ ભૂપાળ ફળ આપવા સમર્થ થતું નથી.
એમ જાણવા છતાં પણ મારો વિચાર તે તેને તે જ થયા કરતું હતું કે,
મારે ચાકરવર્ગ ક્યાં ગયો ? તે લક્ષ્મી કયાં ચાલી ગઈ? વિનીત એ તે મારો પરિવાર ક્યાં ગયો? અરે ! હાલમાં દૈવે મને એકાકિની કરી મૂકી.
એમ ચિંતવન કરતી ઓઢવાના વસ્ત્રથી મુખારવિંદ ઢાંકીને બહુ શેક વડે શરણરહિત એકલી હું રુદન કરવા લાગી. શ્રીદત્તનું આગમન
તે મારા રૂદનનો શબ્દ સાંભળી કેઈ એક પુરૂષ ત્યાં આવી મને કહેવા લાગ્યો.
હે સુતનુ! કરૂણ સ્વરે તું કેમ રુદન કરે છે ?
એમ તેને શબ્દ સાંભળી હું એકદમ સંભ્રાંત થઈ ગઈ અને તે તરફ મેં દષ્ટિ કરી જોયું તે;
કેટલાક પુરૂષ જેની સાથમાં રહેલા છે, એ તે યુવાન પુરૂષ ઘોડા ઉપર બેઠેલ મારી નજરે પડશે. - પછી તેના સુખને મને મેળાપ થયા અને તેનું શરીર ધૂળથી છવાઈ ગયેલું હતું. .
.