________________
૧૪૭
સુરસુંદરી ચરિત્ર હંસની પંક્તિઓ વડે વિભૂષિત, તમાલ અને તાલવૃક્ષોની ઘટાઓ વડે મનેહર, ભમરાઓના ગુંજર વડે સુખકારક, બગલાઓની શ્રેણીઓથી વિરાજીત, છીપલીઓના સંપુટ જેમાં દીપી રહ્યા છે,
તેમજ અનેક દીવડાઓ-જળજંતુ જેમાં ભ્રમણ કરી રહ્યા છે, એવા તે અપાર જલથી ભરેલા મોટા સરોવરમાં તે હાથી આકાશમાંથી એકદમ નિરાધાર ઉતરી પડયો અને જલની અંદર તે ડુબી ગયે. ગંભીર જલની અંદર અશક્ત થયેલો તે ગજેન્દ્ર ડુબી ગયે છતાં પણ તે દિવ્યમણના પ્રભાવથી જળની ઉપર રહી હતી.
તેવામાં દેવયોગે મને એક પાટીયું આવી મળ્યું. તેને આશ્રય લઈ હું સરોવરના કિનારે ઉતરીને બેઠી.
મારા હૃદયમાં ભયને તો પાર જ નહોતે, જેથી બહુ શોકાતુર થઈ હું વિચાર કરવા લાગી. ' અરે! હું અપૂર્વ સમૃદ્ધિ ભગવતી હતી, તે સમય મારે ક્યાં ગયો ? ક્ષણમાત્રમાં એકાકિની પ્રવાસીની માફક દુર્દશામાં શાથી આવી પડી ? એના કમનો પરિણામ બહુ વિષમ છે. કહ્યું છે,
આ સંસારચકમાં પરિભ્રમણ કરતે પિતાના સુખને માટે ભલે પર્વતના શિખર ઉપર ચઢે અથવા સમુદ્ર ઉલંઘન કરી પાતાલમાં પ્રવેશ કરે, પરંતુ વિધિએ લખેલા