________________
સુરસુંદરી ચરિત્ર
૧૪૫ અરે! આ ગજેદ્રના શરીરમાં પ્રવેશ કરીને કઈ દેવ મારૂં હરણ કરે છે.
કારણ કે આ હાથીએ આકાશમાં ચાલી શકતા નથી. એમ હૃદયમાં વિસ્મિત થઈ હું વારંવાર પૃથ્વીનું અવલોકન કરતી હતી;
તેટલામાં પર્વત અને વૃક્ષાદિક એક સાથે ચાલતાં મારા જોવામાં આવ્યાં.
વળી આ અરણ્યમાં એકલી બીચારી સ્ત્રી ભયભીત થશે, એમ જાણીને મારી સહાયને માટે થશે એમ સર્વ વૃક્ષે બહુ વેગથી જાણે દડતાં હોય ને શું ?
જેમની અંદર અનેક મનુષ્ય ભ્રમણ કરે છે એવાં ગ્રામ અને નગરો કીડીઓનાં નઘરાં સરખાં દેખાવા લાગ્યાં.
જલથી ભરેલાં સરોવરો પણ ભૂમિ ઉપર પડેલાં છત્ર સમાન ભાસવા લાગ્યાં.
તેમજ બહુ લાંબી વનની પંક્તિઓ સર્ષ સમાન, પર્વતો પાળી સમાન અને નદીએ નીક સમાન મને દેખાવા લાગી.
એમ ચાલતાં ચાલતાં તે હાથી બહુજ આગળ નીકળી ગયો.. - ત્યાર પછી મારી વીંટીમાં રહેલા તે દિવ્યમણિ મને યાદ આવ્યું.
પછી તે હાથીને તિરસ્કાર કરી તેના ગંડસ્થલમાં મેં તે મણિને પ્રહાર કર્યો કે તરત જ તે ભયભીત થઈ ભાગ-૨/૧૦