________________
સુરસુંદરી ચરિત્ર
૧૪૩
ભલે તે ગમે તે સ્ત્રી જાતિની હાય, પરંતુ આપણે ક્રયાની ખાતર તેના ઉદ્ધાર કરવા જોઈએ.
એમ વિચાર કરી રાજાએ તે પુરૂષને આજ્ઞા કરી કે; એ ખીચારીને પણ જલી તુ બહાર કાઢ, પછી તે પુરૂષ દોરડાનું અવલંબન લઈ કૂવાની અંદર ઉતર્યાં અને તે યુવતીની પાસમાં જઇ કહેવા લાગ્યા;
હે સુંદરી ! હું શ્રી અમરકેતુરાજાની આજ્ઞાથી તને બહાર કાઢવા માટે ફરીથી પણ અહી આવ્યા છું; માટે હવે તું વિલંબ કરીશ નહીં; જલદી આ માંચીમાં બેસી જા, જેથી આ નરકાવાસ કૂવામાંથી હું તને બહાર કાઢું.
એ પ્રમાણે તે પુરૂષનું વચન સાંભળી તે દેવી ઝટપટ તે માંચીમાં બેસી ગઈ; અનુક્રમે તે બહાર નીકળી, તેણીનુ શરીર બહુ જ દુલ થઇ ગયેલું હતું, જેથી રાજાએ મહામુસીબતે તેને ઓળખી.
તે દૈવી પણ રાજાને જોઇને ગદ્ગદ્ કઠે રૂદન કરવા લાગી અને નરેન્દ્રના ચરણમાં પડી.
ત્યાર પછી અશ્રુથી ભરાઇ ગયાં છે નેત્રા જેનાં એવા શ્રી અમરકેતુરાજા દેવીને પેાતાના નિવાસસ્થાનમાં લઈ ગયા.
દેવીને જોઈ સર્વ પરિજન બહુ શાકાતુર થઈ ગયે અને દીનસુખે નાના પ્રકારના વિલાપેા વડે રૂદન કરવા લાગ્યા.