________________
૧૪૧
સુરસુંદરી ચરિત્ર એ પ્રમાણે રાજાનું વચન સાંભળી અધિકારીના કહેવાથી એક પુરૂષ દોરીના સાધન વડે તે અંધાર કૂવાની અંદર ઉતર્યો, પછી તે પુરૂષ ગાઢ અંધકારમાં ચારે બાજુએ તપાસ કરે છે, તેવામાં ત્યાં કૂવાની એક બોલમાં સંતાઈ રહેલી કઈ એક યુવતિ તેને જોવામાં આવી.
બહુ અંધકારને લીધે તેણીનું શરીર બહુ જ કંપતું હતુ, તે યુવતિને જોઈ તે પુરૂષ .
હે સુંદરી! તું કોણ છે? એમ તેણે પૂછ્યું, પરંતુ તેણએ કંઈ પ્રત્યુત્તર આપ્યો નહીં.
પછી તે જલની અંદર પડેલી અને કઠંગત છે પ્રાણ જેના એવી બીજી એક સ્ત્રી તેના જોવામાં આવી એટલે. તેને લઈને તેને તે અનુક્રમે બહાર નીકળ્યો અને તેણે કહ્યું કે,
હે નરેન્દ્ર! અન્ય પણ કેઈ યુવતી આ કૂવાની. અંદર રહેલી છે. મેં તેને બહુ પૂછયું તો પણ તે બીચારી ભયને લીધે બહુ કંપતી હતી, તેથી તેણીએ મને કંઈપણ ઉત્તર આપ્યો નહીં.
એમ સાંભળતાં જ રાજાનું દક્ષિણને ફરકવા લાગ્યું બાદ રાજાને બહુ વિસ્મય થયો અને વિચારમાં પડી કે શું તે દેવી તે નહી હૈય? અથવા આ અટવીમાં દેવીને સંભવ ક્યાંથી હોય ? અથવા તે આ સંસારમાં કમને. આધીન થયેલા પ્રાણુઓને ભવિતવ્યતાના બળથી એવું