________________
૧૪૦
સુરસુંદરી ચરિત્ર આજે આ સુમતિના કહેવા પ્રમાણે સ્વપ્ન મારા જેવામાં આવ્યું. માટે હવે ઉત્તરદિશા તરફ ચાલતાં મને બહુ દુઃખમાં આવી પડેલી દેવીને સમાગમ જરૂર થયા - વિના રહેશે નહીં.
એમ વિચાર કરી રાજા પોતાના દેશ નિરીક્ષણના નિમિત્ત વડે બહુ લશ્કરના ઠાઠ સહિત હસ્તિનાપુરથી પ્રયાણ કરવા લાગ્યા.
માર્ગમાં ચાલતાં ચાલતાં કેટલાક દિવસ વ્યતીત થયા. બાદ મહાન ઉચે એક પર્વત આવે, તેની નજીકમાં બહુ ગહન વૃક્ષોની ઘટાઓથી વ્યાપ્ત એ એક અટવી પ્રદેશ આવ્યા, ત્યાં પિતાને રહેવા લાયક સ્થાનની તપાસ કરી સૈન્ય સહિત રાજાએ પડાવ કર્યો. કમલાવતીને સમાગમ.
સિનિકે પોતપોતાના કાર્યમાં ઉઘુક્ત થયા.
બાદ ત્યાં નજીકના ભાગમાં એક કૂ હતું તેના કાંઠા ઉપર બહુ ઘાસ ઉગી નીકળ્યું હતું અને તે લંબાઈમાં - એટલું બધું હતું કે, તે કૂવાને આકાર પણ માલુમ પડે
નહીં. - ત્યાં આગળ કંઈ કાર્ય માટે રાજાની ચમરધારિણી
સ્ત્રી ગઈ અને પિતાના પ્રમાદને લીધે તેણે અંદર તે પડી ગઈ.
રાજાને માલુમ પડવાથી તરત જ તેણે આજ્ઞા કરી કે; એને જલદી બહાર કાઢે.