________________
૧૩૮
સુરસુંદરી ચરિત્ર જ્ઞાનના ઉપયોગ વડે સુમતિએ કહ્યું.
હે પાર્થિવ! દેવી જીવે છે અને હાલમાં અક્ષત. શરીરવાળી તે પોતાના બંધુવર્ગને મળી ગઈ છે, તેની કંઈપણ તમારે ચિંતા કરવા જેવું નથી.
પુનઃ રાજાએ પૂછયું,
હે નૈમિત્તિક ! તેણીને મને સમાગમ કયારે થશે ? તેમજ તેણીના ગર્ભની શી વ્યવસ્થા થશે ?
એ પ્રમાણે રાજાના પુછવાથી નૈમિત્તિકે ઉપયોગ. દઈને કહ્યું.
હે નરાધીશ ! જ્યારે તમે સ્વપ્નમાં બહુ વિષમસ્થાને રહેલી પુષ્પમાલાને ગ્રહણ કરશે, ત્યારથી એક મહિને તમને દેવીને સમાગમ થશે. તેમજ તે દેવીને પુત્ર જન્મશે કે તરત જ તે પોતાની માતાથી વિયુક્ત થશે.
હે નરેંદ્ર! આ પ્રમાણે મારૂં નિમિત્તશાસ્ત્ર કહે છે. ફરીથી પણ રાજાએ પૂછયું
તે પુત્રનું હરણ થયા બાદ તે જીવશે કે નહીં? અને તે કયાં રહીને મોટો થશે ? તેમજ તેનો સમાગમ અમને કયારે થશે ?
સુમતિ બાલ્યા. હે રાજન ! તમારે પુત્ર બહુ. સમય સુધી જીવશે, પરંતુ તે કયા સ્થાનમાં રહીને માટે થશે, તે હું જાણી શકતા નથી.
તેમજ વળી કુસુમાકર ઉદ્યાનમાં જ્યારે આકાશમાંથી એક કન્યા પડશે, ત્યાર પછી બહુ ટૂંકા વખતમાં. તમારા તે પુત્રની સાથે સમાગમ થશે.