________________
૧૩૬
- સુરસુંદરી ચરિત્ર
આજથી સાતમા દિવસ ઉપર પડ્યોદર નામે સરોવરમાં સ્ત્રી સહિત આકાશમાંથી પડતે એક હાથી મારા જેવામાં આવ્યો.
તેને જોઈ એકદમ હું ભયભીત થઈ ગયો. પછી હું ત્યાંથી નાસીને દૂર રહેલી બહુ વૃક્ષોની ઝાડીમાં પેસી ગયે.
વળી ફરીથી પણ તે સરોવરના કાંઠા ઉપર ફરતે તે હાથી મારા જેવામાં આવ્યો. પરંતુ તે સમયે ત્યાં સ્ત્રી નહતી.
આ પ્રમાણે તેનું વચન સાંભળી અમે તેને કહ્યું.
હે ભદ્ર! તે સરોવર ક્યાં છે? અમને તું જલદી તે બતાવ.
ત્યાર પછી તે કાપેટિકે અમને તે સરોવર બતાવ્યું.
પછી અમે બહુ કાળજીપૂર્વક તેની સાથે ફરીને સરેવરની આજુબાજુએ બહુ તપાસ કરી; પણ દેવીનું દર્શન થયું નહીં.
જન માત્ર પ્રમાણુવાળા તે સરોવરમાંથી નિયુક્ત પુરૂષોની મારફત અમને હાથી મળી આવ્યા.
તે હાથીને લઈ અમે નિરૂત્સુક બની અહી આપની પાસે આવ્યા છીએ.
હવે તે સરોવરના ગંભીર જળમાં ડુબીને દેવી મરી ગઈ હશે? અથવા જળમાંથી કેઈપણ પ્રકારે ઉતરીને કઈ વસતીમાં તે ગઈ હશે? અથવા વ્યાધ્રાદિક પ્રાણીઓથી ભરપૂર એવા વનમાં કોઈપણ હિંસકે તેને મારી નાખી