________________
સુરસુંદરી ચરિત્ર
૧૩૫ તેવામાં સમરપ્રિય આદિક સૈન્ય પણ ત્યાં એકદમ પાછું આવી પહોંચ્યું, પરંતુ તે સિન્યના લોકો ઉદાસ મનવાળા અને ખેદને લીધે બહુ દીન અવસ્થામાં દેખાતા હતા, તેમજ તેમનાં મુખ લજજાને લીધે નમ્ર દેખાતાં હતાં. ત્યારપછી રાજાએ સમરપ્રિયને પૂછયું.
હે ભદ્ર! તમે ત્યાં હાથીની પાછળ જઈને શું કરી આવ્યા ?
તે વૃત્તાંત અમને જણાવો. તે દુષ્ટ હાથી શું તમારા જેવામાં આવ્યો ? અને તે દુષ્ટની પાસેથી દેવીને મુક્ત કરી ? સમરપ્રિય સુભટ
બહુ માટે નિઃશ્વાસ મૂકી સમરપ્રિય બેલ્યો.
હે દેવ ! અમે ત્યાંથી નીકળીને જે દિશામાં હાથી ગયો હતો, તે તરફ ગયા. આગળ જતાં એક અટવી આવી, ત્યાં આગળ અમે બહુ બારીકાઈથી દેવીની તપાસ કરી. પરંતુ તે હાથીને તેમજ દેવીને કેઈપણ પ્રકારે પત્તો લાગ્યો નહીં.
પછી ત્યાંથી ભીલ લોકેને પુછતા પુછતા અમે બહુ દૂર દેશમાં નીકળી ગયા. પરંતુ તેની કંઈ ખબર અંતર પણ મળી નહીં. તેથી અમે બહુ નિરાશ થઈ ગયા.
તેવામાં એક દિવસ અમને કેઈ એક કાપેટિક મળ્યો. તેણે અમને કહ્યું,