________________
સુરસુંદરી ચરિત્ર
૧૩૩ આપણને તે પાડી નાખશે. પછી આપણું હાડકું પણ હાથ લાગવું મુશ્કેલ થઈ પડશે.
કમલાવતી બેલી. હે નાથ ! આ દેડતા હાથી ઉપરથી આપણે કેવી રીતે નીચે ઉતરવું ?
રાજા બોલ્યો. હે દેવી ! આગળ જે! આ વડનું ઝાડ આવે છે, તેની નીચે આ હાથી જાય ત્યારે એકદમ તારે તે વડની શાખા પકડી લેવી અને તે હાથીને છોડી દે.
એમ રાજા કમલાવતીને કહેતો હતો, તેટલામાં તે હાથી બહુ વેગવડે તે વડની નીચે જઈ પહોંચ્યા.
પિતાની હોંશીયારીથી રાજાએ એકદમ તે વડની શાખા પકડી લીધી. હે દેવી! તું ઝડપથી શાખાને પકડી લે! પકડી લે ?
એમ કહેવા છતાં હાથીનો વેગ બહુ વધારે હતું, અને સ્ત્રીની દક્ષતા જોઈએ તેટલા પ્રમાણમાં રહેતી નથી, વળી ગર્ભને લીધે શરીર પણ ભારે થયેલું તેમજ ભયથી ધ્રુજતું હતું. તેથી તેણીએ ધ્યાન તે પુષ્કળ આપ્યું, પણ તે શાખાને પકડી શકી નહીં. તેટલામાં તે હાથી બહ ઝડપથી ત્યાંથી આગળ ઉપર નીકળી ગયો.
રાજા એકલો વડની નીચે રહી ગયો. રાણને લઈ હાથી ચાલતો થયો.
રાજા બહુ શોકાતુર થઈ ગયે. ત્યાં રહીને રાજા આગળ ઉપર દૃષ્ટિ કરી જુવે છે, તે બહુ વેગથી આકાશ માર્ગે ચાલતે તે હાથી તેને જોવામાં આવ્યો.