________________
૧૩૧
સુરસુંદરી ચરિત્ર હે દેવી! તારી મનવાંછા શું મારાથી પૂર્ણ નથી કરી શકાતી ? જેથી હાલમાં તારું શરીર બહુ દુર્બલ દેખાય છે ? દોહદસ્વરૂપ
એ પ્રમાણે નરેંદ્રનું વચન સાંભળી રાણી બેલી. હે નાથ ! મને એવો દેહલે થયો છે.
ઉત્તમ પ્રકારના ગજેની ઉપર આપના ખેાળામાં બેસી હું યાચકવર્ગને દાન આપતી નગરની અંદર ચાલું.
તેમજ હે નરાધીશ! આપ પોતે જ મારા મસ્તક ઉપર છત્ર ધારણ કરો અને સર્વ ત્યજીને મારી સાથે ચાલે. એ દેવીને અભિપ્રાય જાણું રાજાએ કહ્યું કે,
હે સુંદરી! હવે આ તારો દેહલે હું જલદી પૂર્ણ કરીશ. .
એમ કહી રાજાએ આજ્ઞા કરી. તરતજ અધિકારી પુરૂષો ઉત્તમ લક્ષણવાળા પટ્ટસ્તીને શણગારી ત્યાં આગળ લાવ્યા.
ત્યારપછી રાજા હાથી ઉપર બેસી ગયે.
પશ્ચાત્ કમલાવતીદેવી પોતાના સ્વામીના મેળામાં બેઠી. રાજાએ પોતે મુક્તાફલથી સુશોભિત એવું ઉજવળ છત્ર તેણીની ઉપર ધારણ કર્યું.
સેંકડે સ્તુતિ પાઠકે અનેક પ્રકારની સ્તુતિઓના લાય કરે છે. નાના પ્રકારનાં અસંખ્ય વાત્રે તેણીની