________________
૧૩૦
સુરસુંદરી ચરિત્ર રાજા પણ એકદમ રાણીના મહેલમાં ગયે અને આ સર્વ હકીક્ત તેણીની આગળ વિગતવાર કહી સંભળાવી. તેમજ તે મણિથી જડેલી વીંટી રાજાએ તેને આપી અને કહ્યું.
હે દેવી ! આ વીંટી ક્ષણમાત્ર પણ હાથમાંથી તારે ખસેડવી નહીં. એના પ્રભાવથી કેઈપણ ક્ષુદ્ર પ્રાણીઓ તારો પરાજય કરશે નહીં.
ત્યારપછી રાજાએ દરેક જિન મંદિરોમાં સ્નાત્રાદિક મહોત્સવ તેમજ અન્ય સર્વ ધર્મકાર્યો કરવાને પ્રારંભ કરાવ્યો. ગર્ભોત્પત્તિ.
સ્વપ્નના પ્રભાવથી કમલાવતી રાણી પણ સગર્ભા થઈ. પિતાને જે જે ઈષ્ટ વસ્તુની ઇરછા થાય તે સર્વ વસ્તુઓ સુખપૂર્વક તેણીને પ્રાપ્ત થતી હતી; તેમજ સુવિનીત એ પિતાને પરિજન હંમેશાં સેવામાં હાજર રહેતો હતો.
અનુક્રમે તે દેવીના છ માસ પૂર્ણ થયા. સાતમા માસનો પ્રારંભ થયો.
તેણીને એક દોહલો ઉત્પન્ન થયો. પરંતુ લજજા વડે તે દેહલાની વાત કેઈની આગળ તે કરી શકી નહી અને માત્ર પિતાના હૃદયમાં જ તે મુઝાયા કરતી હતી. જેથી તેણીનું શરીર પણ કૃશ ગઈ ગયું. તેવામાં એક દિવસ રાજાના જોવામાં તે આવી એટલે તેણે તેને કહી.