________________
૧૩ર.
સુરસુંદરી ચરિત્ર આગળ વાગ્યા કરે છે. નાટકીયાના સમુદાયે અનેક પ્રકારનાં સંગીત કરવા લાગ્યા.
સમસ્ત નગરમાં અર્થિજનોને સંતોષકારક એવું અનગલ દાન આપવામાં કમલાવતીદેવી પરિશ્રમને ગણતી નથી; તેમજ આનંદમાં મગ્ન થયેલી નગરની નારીઓ દેવીની સ્તુતિ કરે છે.
એમ અનેક શોભા વડે ત્રિક, ચતુષ્ક અને ચત્વરે (ચારરસ્તા)માં પિતાની ઈચ્છા પ્રમાણે નાના પ્રકારનું પરિભ્રમણ કરીને અનુક્રમે તે હાથી નગરમાંથી બહાર નીકળે. હાથીની ઉમરદશા.
નગરની બહાર આવ્યા પછી તે હાથી એકદમ ઉન્મત્ત થઈ સમગ્ર કેને કંપાવતે બહુ વેગ વડે ઈશાન દિશા તરફ દોડવા લાગ્યા.
રે! દોડે, દોડે ! રેકે, રેકે ! આ ગજેન્દ્ર આગળ ચાલ્યો જાય છે. એમ બુમ પાડતા ભૂત્ય લોકે તેની પાછળ દોડવા લાગ્યા.
રાજા પણ તે હાથીને કબજે કરવા જ્યારે સમર્થ ન થયો અને પ્રયત્ન કરી થાકી ગયો ત્યારે તેણે દેવીને કહ્યું.
આ હાથી ઉન્મત્ત થઈ ગયેલ છે. બહુ વેગથી દોડવા મંડી ગયા છે. હવે કોઈપણ રીતે મારાથી આ ઉન્મત્ત હાથી વશ કરાય તેમ નથી. માટે કેઈપણ પ્રકારે એના. ઉપરથી આપણે ઉતરી જવું જોઈએ. અન્યથા આ જંગલમાં