________________
A
A
A
૧૩૪.
સુરસુંદરી ચરિત્ર રાજા એકદમ વિસ્મિત થઈ ગયો અને પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો.
અહો! આ મેટું આશ્ચર્ય કહેવાયહાથી એક ભૂચર ગણાય છતાં તે ભૂ પ્રયાણ છોડી દઈને આકાશ માર્ગે ચાલે છે. અથવા પૂર્વને વરી તે દેવ નકકી આ હાથીના રૂપવડે વિલાસ કરે છે. જરૂર શ્રી કેવલી ભગવાનના કહેલા. ભાવ આ લોકમાં અન્યથા થતા નથી.
એમ તે વિચાર કરતે હતો, તેટલામાં તે હાથી અદશ્ય થઈ ગયો. અર્થાત્ તેના જોવામાં આવ્યા નહીં. તેવામાં તેની પાછળ આવતું સૈન્ય પણ ત્યાં આવી પહોચ્યું. કમલાવતીની શોધ
ત્યારબાદ કમલાવતીને શેધવા માટે રાજાએ તે હાથીની પાછળ સમરપ્રિય આદિ સેંકડે સુભટો સહિત સિન્યને વિદાય કર્યું.
ને પછી રાજા બહુ શેકાતુર થઈ ગયે. સામંત તથા મહાંત લોકોના કહેવાથી રાજા મહામુસીબતે પિતાના નગરમાં ગયે. પરંતુ બહુ શોકમાંને શોકમાં શૂન્યની માફક તે ગુરવા લાગ્યો.
નિરાનંદ થઈ તે કોઈ પણ રાજ્ય કાર્યમાં ધ્યાન આપવું ભૂલી ગયે, અને ઉદ્વિગ્ન દશામાં તેણે કેટલાક દિવસો વ્યતીત કર્યા. માત્ર દેવીની આશા વડે પિતાનું જીવિત તેણે ટકાવી રાખ્યું.