________________
૧૪૬
સુરસુંદરી ચરિત્ર ગયો અને હાથમાં રહેલા વા સમાન મણિના પ્રહારથી હણાયેલે તે ગજેન્દ્ર મોટી ચીસ પાડીને એકદમ નીચે મુખે આકાશમાંથી હેઠો પડે. અભુત સરેવર.
તેટલામાં મેં નીચે મુખે જોયું તે ત્યાં એક મોટું સરોવર મારા જોવામાં આવ્યું.
જેની અંદર અનેક તરંગો ઉછળતા હતા, ચારે તરફ ઉઠતા એવા માછલીઓનાં પુંછડાં વડે જેને જલ સમુદાય બહુ ઉછળતે હતે.
મકરંદ રસનું પાન કરી મત્ત થયેલી ભ્રમરીઓના વિસ્તારથી વિરવર એવાં જેનાં કમલે રોકાઈ ગયાં હતાં,
તેમજ અનેક મણીઓની ફુરણાયમાન છે કાંતિ જેની, વળી જેની અંદર અનેક ટિક્રિભ પક્ષીઓ તરી રહ્યાં છે,
સારસ પક્ષીઓની પંક્તિઓથી સુશોભિત કાંઠા છે જેના,
વિહંગ-પક્ષીઓના સમુદાય જેની આજુબાજુમાં એકઠા થયેલા છે.
અનેક ગોધાઓના સંસાર જેમાં રહેલા હતા, તેમજ વિકસ્વર કમલેની શ્રેણીઓ વડે વિભૂષિત,
અનેક દુષ્ટ જલચરોથી વ્યાસ, અનેક મત્સ્યોના સમુદાયમાં લુબ્ધ થયેલા ધીરેથી વ્યાસ,
ગતિ કરતા ભયંકર મગરોથી દુપ્રેક્ષ્ય, કે ડે શબ્દ કરતા દેડકાઓના સમૂહથી વાચાલિત,