________________
૧૧૧
સુરસુંદરી ચરિત્ર કમલાવતી દેવી.
પિતાની પ્રિયસખી શ્રીકાંતાને આવતી જોઈને પ્રફુલ્લ થયું છે મુખકમલ જેનું એવી તે કમલાવતી ઉભી થઈ અને અતિગાઢ સ્નેહ વડે તેણુને ભેટી પડી.
બાદ તે બેલી, હે પ્રિય સખી! ઘણા દિવસથી ઉત્કંઠિત એવી મેં આજે તને બહુ દિવસે જોઈ. વળી હે સખી ! તારું પણ અહીંયાં સાસરુ થયું તે બહુ સારું થયું. કારણ કે, આજે તું મળી એટલે આખું પિયર મળ્યું એટલે મને હર્ષ થયો છે.
એમ કહીને દેવીએ તેણીને ઉચિત સત્કાર કર્યો.
ત્યાર પછી તેઓ બંને જણાએ નીચે બેસીને એકબીજાના કુશલ સમાચાર કહ્યા.
પછી એક ક્ષણ માત્ર વાર્તાલાપ કરીને શ્રીકાંતાએ કહ્યું કે,
હે પ્રિય સખી! હવે અમે અમારા ઘેર જઈએ છીએ. પછી કમલાવતી બેલી. હે સખી! હંમેશાં તારી પાસે તમારે આવવું.
બહુ સારુ એમ કહી શ્રીકાંતા કમલાવતીની આજ્ઞા લઈ પોતાને ઘેર આવી.
એ પ્રમાણે શ્વસુર કુલમાં નિવાસ કરતી તે શ્રીકાંતાની કમલાવતી દેવીની સાથે ગાઢ પ્રીતિ બંધાણું, વળી ધનદેવની સાથે વિષયસુખને અનુભવતી એવી તે શ્રીકાંતાનાં બહુ કડાકડી વર્ષ વ્યતીત થયાં.