________________
સુરસુંદરી ચરિત્ર
૧૨૭ તેમજ હે નરેદ્ર! પૂર્વભવને વરી એવો દેવ તેનું હરણ કરી જશે અને તે વિદ્યાધરને ત્યાં મોટો થશે. ત્યાં રહી તે સર્વ વિદ્યાઓ સાધી પિતાને સ્વાધીન કરશે.
બાદ તે પુત્ર પિતાની માતાને મળશે.
વળી તે સ્વપ્નમાં માલા વડે કલશનું પૂજન કર્યું, તે ઉપરથી હું માનું છું કે, કોઈ ઇચ્છિત કન્યાદાન તમે આપી શકશે.
હે નરેન્દ્ર ! આ સ્વપ્નને ખરો ભાવાર્થ મારા હૃદયમાં તો આવી રીતે ભાસે છે. સ્વપ્નવેદી વચન.
એ પ્રમાણે ધનદેવનું વચન સાંભળી સ્વપ્નવેદી બ્રાહ્મણે કહ્યું
અહો ! આ શ્રેષ્ઠી પુત્રનું બુદ્ધિચાતુર્ય અપૂર્વ છે. હમેશાં આ બાબતમાં અમારો અભ્યાસ છે. બહુ શાસ્ત્રોના અર્થો અમે જાણીએ છે; છતાં પણ તેવા પ્રકારની બુદ્ધિના અભાવથી આ સ્વપ્નાર્થને નિશ્ચય અમે કરી શકયા નહીં.
હે રાજન્ ! આ વણિક પુત્રે જે અર્થ કહ્યો છે, તે બહુ સંગત છે અને અમને પણ તે સંમત છે. એમ સ્વખપાઠકોના કહેવાથી રાજાએ તેમને પાન બીડાં આપી સર્વેને વિદાય કર્યા. ને ત્યાર પછી સર્વ સામંત મહાંતાદિકને પણ રજા આપી. પછી રાજાએ કહ્યું, કે;