________________
સુરસુંદરી ચરિત્ર
૧૨૫ ત્યારબાદ રાજાએ તેઓની આગળ દેવદર્શનાદિક પૂર્વોક્ત સ્વપ્નને સર્વ વૃત્તાંત આદંત કહી સંભળાવ્યો.
બાદ રાજાએ તેમને કહ્યું,
બરોબર આ સ્વપ્નને નિશ્ચય કરી એનું તાત્પર્ય શું છે? તે આપ કહે.
એમ રાજાના કહેવાથી સ્વપ્ન પાઠકો પરસ્પર વિચાર કરે છે..........
તેટલામાં ધનદેવ બે, હે નરનાથ ! આપ ક્ષણ માત્ર સાવધાન થાઓ, અને આ સ્વપ્નને પરમાર્થ જાણવા-. માં કારણભૂત એક વૃત્તાંત હું કહું તે આપ સાંભળે. કેવલીવચન.
એક અટવીમાં ભીલપતિ (સુપ્રતિષ્ઠ) મારા જેવામાં આવ્યું............
તેણે સર્ષોથી બંધાયેલા ચિત્રવેગને મણિના પ્રભાવથી જેવી રીતે મુક્ત કર્યો, તેમજ તેણે પિતાનું ચરિત્ર કહ્યું. તેટલામાં ત્યાં એક દેવનું આગમન થયું.
તે દેવને કુશાગ્ર નગરમાં શ્રી કેવલી ભગવાનનું દર્શન થયું.
તેમજ તે દેવે પિતાના આગામી ભવનું સ્વરૂપ પૂછ્યું...........
ત્યારબાદ શ્રી કેવલી ભગવાને તેને કહ્યું કે, હે ભદ્ર! તું શ્રી અમરકેતુ રાજાને ત્યાં પુત્રપણે