________________
૧૨૪
સુરસુંદરી ચરિત્ર બાદ કેટલાક સમય ગયે, ત્યાર પછી દુધને ભરેલે તે કળશ ફરીથી પણ મહા દુઃખથી મને પ્રાપ્ત થયે.
ત્યારબાદ મેં પણ ઉવલ પુષ્પોની માળા વડે તે કળશનું પૂજન કર્યું. આરંભમાં દુઃખદાયક અને છેવટમાં સુખદાયક એવું સ્વપ્ન મારા જોવામાં આવ્યું. તેથી હે નરેન્દ્ર ! મહાભયને લીધે આ મારું શરીર કંપે છે.
તે સાંભળી નરેન્દ્ર પોતાના હૃદયમાં બહુ શોકાતુર થઈ ગયે; અને તે બોલ્યા,
હે દેવી ! આ સ્વપ્ન પુત્રને લાભ સૂચવે છે. બાકીની હકીકત સ્વપ્નવેદી પુરૂષને પૂછયા બાદ નક્કી કરી. હું તને કહીશ. તારે આ સંબંધી કિંચિત્ માત્ર પણ મનમાં ઉદ્વેગ કરવો નહીં. સ્વપ્નવેદી પુરુષે.
પ્રભાતના સમયે પોતાનું આવશ્યક કાર્ય પતાવીને તે અમરકેતુ રાજા સભામાં ગયો અને સ્વપ્નશાસ્ત્રના જાણકાર પુરૂષોને બેલાવવા માટે એકદમ તેણે આજ્ઞા કરી.
બાદ ત્યાં ઉભેલા સેવકો નરેન્દ્રની આજ્ઞા પ્રમાણે તરત જ તેઓને ત્યાં બોલાવી લાવ્યા.
સામંત, મંત્રીઓ અને નગરના મુખ્ય પુરૂ વડે સમા ચિકાર ભરાયેલી હતી.
સ્વપ્નવેદી પુરૂષો પણ વિનયપૂર્વક રાજાની નજીકમાં આવી બેસી ગયા.
તેમજ ધનદેવ પણ રાજમાન્ય હોવાથી રાજાની દૃષ્ટિ ગોચર યોગ્ય આસન ઉપર બેસી ગયા.