________________
૧૨૨
સુરસુંદરી ચરિત્ર સાંબળી એકદમ ઉભો થઈ રાજા બેલ્યો.
હે મહાભાગ ! તમે કેણ છે ! અને તમે ક્યાંથી આવ્યા છો ?
દેવ છે . હે નરેન્દ્ર ! જે તારે સાંભળવાનું કૌતુક હોય તે મારું વૃત્તાંત તું સાંભળ.
ઈશાન દેવલોકમાં હું રહું છું અને મારું નામ વિધુપ્રભ છે. તેમજ દિવ્ય વૈભવોની મને કઈ પ્રકારે ખામી નથી.
પરંતુ હું મારા ચ્યવનસમય નજીક જાણુને પરલેકનું હિત સાધવા માટે વિદેહ ક્ષેત્રમાં શ્રી તીર્થકર ભગવાનને વાંચવા માટે આવ્યો હતો. ત્યાં શ્રી ભગવાનને વંદન કર્યા બાદ મેં મારું વૃત્તાંત તેમને પૂછ્યું.
હે ભગવન્! આ દેવભવમાંથી મુક્ત થયા પછી. મારો જન્મ ક્યાં થશે ?
શ્રી જિનેન્દ્ર ભગવાન બોલ્યાં.
હે સુરતમ! ભરતક્ષેત્રમાં રહેલા હસ્તિનાપુર નગરમાં પૌષધશાલાની અંદર અઠ્ઠમ તપ કરીને જે અમર કેતુ રાજા પુત્રની પ્રાપ્તિ માટે બેઠો છે; તેને તું પુત્ર. થઈશ. ••••••
એ પ્રમાણે શ્રી જિનેન્દ્ર ભગવાનનું વચન સાંભળીને
હે નરાધીશ ! આપની પાસે આવ્યો છું. માટે તમે કઈ પ્રકારને કલેશ કરશે નહીં. હું પોતે જ તમારો પુત્ર થઈશ.