________________
૧૨૦
સુરસુંદરી ચરિત્ર “જે કે ઘરની અંદર અન્ય મનુષ્ય ભલે સંખ્યાબંધ વિદ્યમાન હોય, પરંતુ એક પુત્ર ન હોય તે તે સર્વ શૂન્ય કહેલું છે. તે જ.
બંધુ વિનાની સર્વદિશાએ સુની લાગે છે. મૂખનું હૃદય શૂન્યતાને ધારણ કરે છે.
દરિદ્રપણું તે સર્વ પ્રકારે શુન્ય જ હોય છે. અર્થાત્ તેઓ કંઈ ઉપયેગી નથી.
હે દેવ ! તમે મને પુત્ર આપે અને જો નહીં આપ તે મારું જીવન રહેવાનું નથી, એમ તમે સમજજે. મારા સ્તન પણ તુટી જાય છે. દુધ ચાલ્યું જાય છે. હવે અન્ય કેઈ ગતિ રહી નથી. પુત્ર માટે ઉપાસના.
એ પ્રમાણે પિતાની સ્ત્રીને આગ્રહ જાણી રાજા બે હે દેવી! પુત્ર સંબંધી તું કઈ પ્રકારને શેક કરીશ નહીં. હું દેવનું આરાધન કરીને જરૂર તારો મને રથ પૂર્ણ કરીશ.
એ પ્રમાણે દેવીને શાંત કરીને રાજા શ્રીજિનેન્દ્ર ભગવાનના મંદિરમાં ગયા અને યથાવિધિ ભગવાનની પ્રતિમાઓની પૂજા કરી.
બાદ તેણે શ્વેતવસ્ત્ર ધારણ કર્યા, તેમજ મણિ સુવદિકનાં સર્વ આભરણે પોતાના શરીર ઉપરથી ઉતારી નાખ્યાં.