________________
૧૧૮
સુરસુંદરી ચરિત્ર આ મારી પ્રિયસખી આ જગતમાં ધન્યવાદને લાયક છે. કારણ કે, જનસમુદાયનાં હૃદય તથા નેત્રોને આનંદ આપનાર આવા પુત્રરત્નનો જેણીએ જન્મ આપ્યો.
વળી મારાથી એટલું પણ બની શકયું નહીં, તે મારા જીવિત વડે શું ? અથવા નિષ્ફલ એવા રાજ્યના અભિમાન વડે પણ શું ફલ? અરે ! મારા ભાગ્યની મંદતા કેટલી ? માત્ર પોતાના પુત્રનું મુખ પણ હું ન જોઈ શકી
એમ ચિંતવન કરતી કમલાવતી દેવી પિતાની સખી સાથે મધુરવચને વડે સંભાષણ કરીને રાજની સાથે પોતાના સ્થાનમાં આવી. પુત્રચિંતા.
હવે કમલાવતી રાણી પિતાના મહેલમાં આવી, પરંતુ તે પુત્રની ચિંતામાં બહુ શોકાતુર થઈ ગઈ. હું પણ પુત્રવતી ક્યારે થઈશ? એવી ચિંતાને લીધે પિતાના શરીરની ચેષ્ટા પણ ભૂલી ગઈ. તેમજ સમસ્ત કાર્યો તેને અરૂચિકર થઈ પડ્યાં.
ઉન્મત્ત, મૂર્ણિત, નિદ્રિત, સત્વહીન, ધ્યાનમાં રહેલી યોગિની અને મુડદાની જેમ સમસ્ત વ્યાપારથી તે વિમુખ થઈ ગઈ તેમજ શરીર પણ બહુ ક્ષીણ થઈ ગયું. અતિ. શોકના પ્રયાસને લીધે મુખકમલ પર શ્યામતા વ્યાપી ગઈ.
એ પ્રમાણે બહુ દુઃખથી પીડાતી પિતાના સ્થાનમાં તે કમલાવતી ગુંગળાયા કરતી હતી.