________________
૧૨૧
સુરસુંદરી ચરિત્ર પછી તે પિષધશાલામાં ગયે અને ત્યાં તેણે વિધિપૂર્વક અઠ્ઠમતપને અભિગ્રહ કર્યો. બાદ દર્ભના આસન ઉપર બેસી તે કહેવા લાગે,
શ્રીજિનશાસનની ભક્તિમાં તત્પર એવા કેઈ પણ દેવ અથવા દાનવ હય, તે જલદી મારા સાનિધ્યમાં આવે અને મારા મનવાંછિતને પૂર્ણ કરે.
એમ વિચાર કરતે તે રાજા, કેઈ પણ માણસ ત્યાં ન આવી શકે તે બંદોબસ્ત કરી એકાંતમાં સ્થિર આસને બેસી ગયે.
ત્રણ દિવસ થયા એટલે તે જ રાત્રીના છેલ્લા પ્રહરે પિતાની કાંતિવડે નાશ કર્યું છે સમગ્ર દિશાઓને અંધકાર જેણે અને તેમય છે શરીર જેનું એવા એક પુરૂષને જોઈ રાજા વિચાર કરવા લાગ્યા,
આ કેણ હશે? એનાં નેત્રો મીંચાઈ જતાં નથી; તેથી આ શું દેવ તો નહિ હોય? તેમજ માનવજાતિ પણ આ નથી. કારણ કે, મનુષ્યનું શરીર તે આવું કાંતિવાળું હોતું નથી. માટે આ કેણ હશે? વળી એના ચરણ પણ પૃથ્વીને સ્પર્શ કરતા નથી.
એ પ્રમાણે રાજા પિતાના મનમાં સંક૯પ વિકલ્પ કરતે હતો તેટલામાં તે દિવ્યપુરૂષ બેલ્યો. વિધુપ્રભદેવ.
હે અમરકેતુ નરેન્દ્ર! આવી ઉગ્રતપશ્ચર્યા કરીને - તમે શા માટે દુઃખી થાઓ છો? એમ તેનું વચન