________________
૧૧૭
સુરસુંદરી ચરિત્ર શ્રીદેવ.
ઉચિત સંભાવના કર્યા બાદ શેઠાણુએ કહ્યું;
હે મહારાણી ! આ પુત્ર આપને છે, માટે એનું નામ આપના મુખેથી થવું જોઈએ.
તે સાંભળી દેવી બાલી. હે શ્રેષ્ઠિની ! આ નામ પાડવાનો અધિકાર છે તમારો જ છે. પરંતુ તમારું વચન અમારે અવશ્ય માનવું જોઈએ.
એમ કહી કમલાવતી દેવીએ કમલસમાન સુકેમલ હાથવડે તે બાળકને પિતાના ખેાળામાં લીધે; અને તેની ઉપર સુગંધિત ગંધ પ્રક્ષેપ કરીને તેણીએ કહ્યું,
આ બાળકને જન્મ આપનાર શ્રીકાંતા છે અને તેના પિતાનું નામ ધનદેવ છે, માટે બંનેના નામમાંથી અર્ધાક્ષર (શ્રી-દેવ) લઈ એનું નામ શ્રીદેવ એવું બહુ સુંદર આવે છે;
એમ કહી તેણીએ તે બાળકનું શ્રીદેવ નામ પાડયું. બાદ સધવા સ્ત્રીઓએ માંગલિક શબ્દોની ઉદ્દઘોષણા કરી; જેથી આખા જનસમાજમાં આનંદ પ્રસરી ગયે. કમલાવતીને મનોરથ.
ગૌર અને સુકેમલ છે શરીરની કાંતિ જેની, મુઠ્ઠીકૃત છે બંને હાથ જેના, લાવણ્યવડે ભરપૂર છે હાથ પગ જેના અને વિશાલ નેત્ર છે જેનાં એવા
તે બાલકને જોઈ કમલાવતી દેવી પિતાના હૃદયમાં વિચાર કરવા લાગી.