________________
૧૧૫
સુરસુંદરી ચરિત્ર મહારાણી સહિત આપને અમારે ત્યાં જમવા માટે પધારવું. રાજનિમંત્રણ
રાજાએ હસીને કહ્યું કે, ભાઈ! આ શેઠનું ઘર નથી? શેઠને હું મારા પિતા સમાન જાણું છું. કારણ કે, આ સમસ્ત રાજ્યની ચિંતા તેમને માથે જ રહેલી છે. તે પણ શેઠની આજ્ઞા પ્રમાણે અમારે વર્તવું જ પડશે. એમનું જે કંઈ વચન હશે તે અમારે સર્વથા માન્ય છે.
એ પ્રમાણે બહુ સંતોષકારક એવું રાજાનું વચન સાંભળી ધનદેવ મહાપ્રસાદ” એમ કહી પોતાને ઘેર આવ્યા.
ત્યારબાદ તત્કાલ ઉચિત એવી ભજન વિગેરેની સર્વસામગ્રી પોતાના પરિજનની પાસે તૈયાર કરાવી.
આનન્દિત છે મન જેનું એવો તે ધનદેવ હર્ષમાં નિમગ્ન થઈ પિતે દરેક કામકાજની ગોઠવણ કરાવી રહ્યો છે, તેટલામાં દેવી સહિત રાજા ઉત્તમ હાથિણી ઉપર બેસીને મોટા આડંબર સાથે ધનધમ શ્રેષ્ઠીને ત્યાં આવ્યો. પિતાની આગળ બંદીજને જય શબ્દના ઉચ્ચાર કરતા હતા તેમજ કેટલાક અન્ય લોક માંગલિક ઉપચારો કરી રહ્યા હતા.
બાદ રાજા પિતાની રાણી સહિત હાથિણી ઉપરથી નીચે ઉતર્યો અને ઉત્તમ મુક્તાફલથી રચેલા ચતુષ્કોણ સિંહાસન ઉપર વિરાજમાન થયા.