________________
૧૧૩
સુરસુંદરી ચરિત્ર પ્રસૂતિકર્મ
પુત્રને જન્મ થયા બાદ પ્રસૂતિકર્મમાં કુશલ એવી કેટલીક સ્ત્રીઓ ત્યાં શ્રીકાંતાની પાસે હાજર હતી.
તેઓ સર્વ પ્રસૂતિનું કામ કરવા લાગી ગઈ. બહુ હર્ષને લીધે પોતાના ઘરની દાસીઓ તત્કાલ ઉચિત કાર્ય કરવામાં ઉતાવળ કરવા લાગી.
પુત્રના જન્મથી સર્વ પરિજન આનંદમય થઈ ગયો.
પ્રમુદિત થયેલા પરિજને ધનધમ શ્રેષ્ઠીને ઉત્કૃષ્ટ પુત્ર જન્મની વધાઈ આપી. તે સાંભળી શ્રેષ્ઠીનું હદય આનંદમાં ગરક થઈ ગયું.
તેણે પોતાના ઉમંગથી વધામણુને પ્રારંભ કર્યો.
હાથમાં અક્ષતના થાળ લઈ નગરની સ્ત્રીઓનાં ટેળેટોળાં ઉપરા ઉપરી આવવા લાગ્યાં. જેની રમણીયતા અત્યંત દીપવા લાગી.
રમણીજનના મુખને શણગારવામાં પોતાના બંધુઓની ઉત્તમ સ્ત્રીઓ ઉઘુક્ત થયેલી છે.
ઉત્તમ પ્રકારના દ્વારભાગમાં વંદનમાલાથી સુશોભિત એવા ઉજવલ કળશ સ્થાપન કરેલા છે. દરેકના હાથમાં મગલ કલશ ધારણ કરેલા છે એવી પ્રમદાઓના મધુર શબ્દો માર્ગમાં સંભળાવા લાગ્યા.
અવ્યક્ત શબ્દો વડે ભરપૂર એવાં પાપકુલના મંગલ માટે સંગીત સહિત ઉત્તમ નૃત્યકારકે નૃત્ય કરી રહ્યા છે. વળી તે પ્રેક્ષક એવામાં તલ્લીન થયેલા લોકોને પાનસેપારી આપવામાં આવે છે. ભાગ–૨/૮