________________
૧૧૬
સુરસુંદરી ચરિત્ર ભજનવિધિ.
બાદ સુંદર રૂપવાળી યુવતીઓએ આરતી વિગેરેને વિધિ પૂર્ણ રીતે સમાપ્ત કર્યો.
પછી પોતાના પરિજન સહિત રાજા અને રાણી વિગેરે ગ્યતા પ્રમાણે ભોજન કરવા બેઠાં. યથાવિધિ દિવ્યભોજન કર્યા બાદ ગોશીષચંદનાદિકના લેપથી અંગને વિભૂષિત કરવામાં આવ્યાં. તેમજ અમૂલ્ય એવાં દિવ્ય વસ્ત્રોની પહેરામણી કરવામાં આવી.
ત્યારબાદ વિનયપૂર્વક પ્રણામ કરી ધનદેવે રાજાને વિનંતિ કરી કે, હે મહારાજ ! દેવી (રાણી)ની પ્રિયસખી (શ્રીકાંતા)નું એમ કહેવું છે,
સવે વણિકામની સ્ત્રીએ પ્રથમ પ્રસૂતિના સમયે પિતાના પિતાને ઘેર રહે છે. પરંતુ મારે કઈ કારણને લીધે તે પ્રસંગ બન્યો નથી. માટે દેવીના દર્શન વડે અહી જ હું પિતૃગૃહ માનું છું. તેથી જે દેવી તેણીની પાસે એટલા સુધી પધારે તે બહુ સારું થાય.
એ પ્રમાણે ધનદેવની પ્રાર્થનાથી રાજાએ તરત જ રાણને આજ્ઞા કરી, બાદ કંચુકીને સાથે લઈ રાણ શ્રીકાંતાની પાસે ગઈ એટલે ત્યાં રહેલી મનેરમા શેઠા
એ વિલેપન, આભરણ અને વસ્ત્રાદિકવડે દેવીને બહુ સારી રીતે સત્કાર કર્યો.