________________
૧૧૪
સુરસુંદરી ચરિત્ર અમારી ઉષાણું
તેમજ બહુ હર્ષને લીધે ધનધર્મ શ્રેષ્ઠીએ જીવહિંસાને બંધ કરવા માટે અમારી પટહ વગડાવ્યા.
ઘણા બંદીજનેને બંદીખાનામાંથી મુક્ત કરાવ્યા.
દીન અનાથાદિકને સુખદાયક એવાં અનેક પ્રકારનાં દાન આપવા લાગ્યો.
દરેક જનમંદિરોમાં સ્નાત્રાદિક મહેન્સને પ્રારંભ કરાવ્યો. | મુનિઓના સમુદાયને ઉત્તમવસ્ત્ર, પાત્ર અને પુસ્તકાદિકવડે સન્માન કરવા લાગ્યો.
પોતાના સ્વજન સમુદાયને વિવિધ પ્રકારનાં ભેજને આપવા લાગ્યો.
વણિક તેમજ નાગરિક જનેના મહોલ્લાઓમાં ઉચિત સત્કાર કરવામાં આવ્યો.
લોકોના હૃદયને ચમત્કાર કરનાર પુત્રજન્મને મહેસવ કરાવ્યો.
એ પ્રમાણે ધનધર્મ શ્રેષ્ઠી પિતાના વૈભવ પ્રમાણે કરવા લાયક કાર્યો કરીને નિવૃત્ત થયે.
અનુક્રમે જન્મકાળથી આરંભીને તે બાળકને બાર દિવસ થયા એટલે ધનદેવ પોતે ભેટ લઈને રાજાની પાસે ગયો અને વિનયપૂર્વક તેણે કહ્યું કે, * હે મહારાજ ! મારા પિતાશ્રીએ બહુ પ્રેમપૂર્વક કહ્યું છે કે,