________________
૧૧૨
સુરસુંદરી ચરિત્ર ગર્ભસ્થિતિ
એક દિવસે શ્રીકાંતા રૂતુસ્નાન કર્યા બાદ પિતાના સ્વામી સાથે સુઈ રહી હતી. રાત્રીના છેલ્લા પ્રહરે ઉત્તમ સ્વપ્ન જોઈ તે જાગી.
ત્યાર પછી તે પોતાના સ્વામીને કહેવા લાગી.
હે પ્રિયતમ ! આજે મેં સ્વપ્નમાં મારા મુખમાં. પ્રવેશ કરતા ચંદ્રને જે પછી તરત જ હું જાગી છું.
ધનદેવ બાલ્યો. હે સુંદરી! સમસ્ત વણિક વર્ગમાં ઉત્તમ એ એક તારા પુત્ર થશે. એમ આ સ્વપ્ન સૂચવે છે.
શ્રીકાંતા બેલી, હે પ્રિયતમ! આપનું વચન સત્ય થાઓ, શાસનદેવીને પ્રભાવથી આ શકુનગ્રંથી (ગાંઠ) હું બાંધુ છું.
તેજ રાત્રીએ તેણીની કુક્ષિમાં ગર્ભસ્થિતિ થઈ.
અનુક્રમે તેણીને બે માસ પૂર્ણ થયા. ત્રીજા માસને પ્રારંભ થયો એટલે તેણુને અભયદાન આપવાનો દેહલો ઉત્પન્ન થયો. - ધનદેવે પણ તેણીના કહેવા પ્રમાણે તે મનોરથ પૂર્ણ કર્યો. પ્રતિદિવસે ગર્ભની વૃદ્ધિ થવા લાગી. જે જે દહલાઓ થતા હતા, તે સર્વે પૂર્ણ કરવામાં આવ્યા.
પ્રસવને સમય સુખસમાધિ વડે નજીકમાં આવી પહોંચ્યો. સર્વ શુભ ગ્રહ ઉચ્ચસ્થાનમાં રહેલા હતા, તેવા . શુભ સમયમાં શ્રીકાંતાને પુત્ર જનમ્ય.